વરસી જા

કેમ, ભરાઈને  બેઠો છે?
તિરાડ તિરાડ સંધાઈને બેઠો છે?

તું મેઘદૂત બનીને વરસ,
પછી જો ધરા નો હરખ.

તોડીને આ બંધ વહી જા,
થોડો તું પણ હલકો થઈ જા,

સૂરજ પણ તપી ને થાક્યો હવે
મન પણ ભાર લઈને પાક્યો હવે.

હવે ,તો તું વરસ,
બસ,હલકો થઈને હરખ.
                
                              મહેક પરવાની

Comments